________________
૪૮૧ નિત્ય = શાશ્વતપણે વતે છે, તેને સ્થાત નિત્ય ભાગો કહીએ. તે સિદ્ધભગવાનને જ્ઞાનગુણના છતા પર્યાય અનંતા, દર્શનગુણુના છતા પર્યાય અનંતા, ચારિત્રગુણના છતા પર્યાય અનંતા, અને વીર્યગુણના છતા પર્યાય અનંતા, એમ અનંતા છતા પર્યાય તે સિદ્ધને વિષે સદાકાલ શાશ્વતા નિત્યપણે વતે છે, માટે સ્યા નિત્ય ભાગ છે.
હવે સિદ્ધમાં યાદનિત્યં એ બીજો ભાંગો
શ્રીસિદ્ધપરમાત્માને અનંતા છતા પર્યાય જે પ્રગટયા છે, તે એકેક પર્યાયને વિષે અનંતા સામર્થ્ય પર્યાયરૂપ યની વર્તના સમયે સમયે થઈ રહી છે, એટલે અભિનવ પર્યાયનું ઉપજવું અને પૂર્વપર્યાયનું વિણસવું થાય છે, માટે એ સિદ્ધમાં અનિત્યપણું જાણવું. તેથી સ્વાદનિત્યરૂપ બીજે ભાંગ કહ્યો.
હવે સિદ્ધમાં સ્થાન્નિત્ય અનિત્યરૂપ ત્રીજો ભાંગો કહે છે –
તિહાં સિદ્ધમાં પૂર્વોકત છતા પર્યાય નિત્ય છે, અને સામર્થ્ય પર્યાય અનિત્ય છે. એ બે ભાંગા એક સમયે છે, કિંવા સમયાંતરે ત્યાં ગુરૂ કહે છે, કે જે સમયે છતા પર્યાયનું નિત્યપણું છે, તે સમયે જ સામર્થ્ય પર્યાયનું અનિત્યપણું પણ છે, તેથી સિદ્ધને નિત્ય અને અનિત્ય એ બે ભાંગા ભેળા એક સમયે છે, એ સ્થાન્નિત્ય અનિત્ય નામે ત્રીજો ભાંગે કહ્યો.