SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૯ બીજે સ્થાનાસ્તિ ભાગે કહે છે. સિદ્ધમાં પારદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવ એ ચારેનું નાસ્તિપણું છે, તેણે કરી સ્વાનાસ્તિ ભાગો કહીએ. હવે સ્વાદપ્તિ-નાસ્તિ ત્રીજો ભાંગો સિદ્ધમાં કહે છે – તિહાં પ્રથમ ભાંગામાં કહ્યું કે સ્વગુણે અસ્તિ છે, અને બીજા ભાંગામાં કહ્યું જે પરગુણે નાસ્તિ છે, એ બે ભાંગા સિદ્ધને એક સમયે છે, કિવા સમયાંતરે? તેને ઉત્તર કહે છે – જે સમયે સિદ્ધને સ્વગુણની અસ્તિ છે, તેહીજ સમયે સિદ્ધને પરગુણની નાસ્તિ પણ છે, તેથી સિદ્ધને અસ્તિ-નાસ્તિ એ બે ભાંગા ભેળા એક સમયમાં જ છે. હવે સ્યાહુ અવક્તવ્ય નામે ચેાથે ભાંગ કહે છે – તિહાં સ્યાત અસ્તિ-નાસ્તિ એ બે ભાંગા એક સમયે છે, પરંતુ ચાતુઅસ્તિ એટલું વચન કહેતાં થકાં અસંખ્યાતા સમય લાગ્યા, તે વાર પછી સ્વાનાસ્તિ નામે બીજે ભાગે કહ્યો, એટલે જે સમયે અસ્તિભ કહ્યો, તે સમયે નાસ્તિપણું કહેવામાં ન આવ્યું અને નાસ્તિ કહેતાં તે સમયે અસ્તિપણું ન આવ્યું, તે વારે અસ્તિ કહેતાં નાસ્તિપણને મૃષાવાદ લાગ્ય, કિંવા નાસ્તિ કહેતાં અસ્તિપણને મૃષાવાદ લાગે, એમ એક સમયમાં બે વચન ૩૧
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy