SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ સિદ્ધ પરમાત્માના અનંતા ગુણ છે, તેમાં જેટલા ગુણ કેવલી ભગવાનના પ્રરૂધ્યામાં આવે, તે સર્વ વક્તવ્ય જાણવા અને કેવલી ભગવાનના પ્રરૂપ્યામાં ન આવે, તે અવક્તવ્ય જાણવા. . એ રીતે આઠ પક્ષે કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ જાણવું. ૬૧૫-હવે સપ્તભંગીએ કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ એળખાવે છે – પ્રથમ સ્વાત અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્થાત્ અસ્તિ અવક્તવ્ય, સ્યાતું, નાસ્તિ અવક્તવ્ય, સ્યા અસ્તિ-નાસ્તિ-ન્યુગપત્ અવક્તવ્ય, સાત ભાંગ કહ્યા. પ્રથમ સ્વાદતિ ભાંગે ઓળખાવે છે– તિહાં સ્થા=અનેકાંતપણે સર્વ અપેક્ષાએ કરી અસ્તિ= છતાપણું તેને સ્વાદપ્તિ કહીએ. એટલે સિદ્ધનું સ્વદ્રવ્ય તે પિતાના ગુણપર્યાયને સમુદાય જાણ તથા સ્વક્ષેત્ર તે પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્ર તેને અવગાહી રહ્યા છે, તથા સ્વકાલ તે સમયે સમયે ઉત્પાદ-વ્યયની વર્તના રૂપ જાણ અને સ્વભાવ તે અનંતા જ્ઞાનપર્યાય, અનંતા દર્શનપર્યાય, અનંતા ચારિત્રપર્યાય, અનંતા અગુરુલઘુ પર્યાય, તેણે કરી સિદ્ધને અસ્તિપણું છે, માટે એ સ્યાત અતિ ભાંગે કહીએ.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy