________________
૪૭૫
અને ફરી પાછું સંસારમાં કેઈ કાલે આવવું નથી, ત્યાં સિદ્ધત્વમાંહે જ રહેવું છે, માટે અંત નથી.
તથા ચોથા ભાવથકી સિદ્ધભગવાન્ તે શુભાશુભવિકારરૂપ જે ભાવ, તે થકી નિવત્તીને પિતાના સ્વભાવમાં વર્તે છે.
તથા પાંચમા દ્રવ્યથકી સિદ્ધના જીવ અસંખ્યાત પ્રદેશરૂપ જાણવા.
છઠ્ઠા ગુણ થકી સિદ્ધપરમાત્માને એકેક પ્રદેશે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અનંતા ગુણ પ્રગટયા છે.
તથા પર્યાયથકી સાતમે ઉપાદ અને આઠમે વ્યય તથા નવમો ધ્રુવ, એટલે પર્યાયથકી સિદ્ધના જીવને સમયે સમયે અનંતા અનંત નવા-નવા યની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ-વ્યય થઈ રહ્યો છે અને ગુણ તે દુવાધ્રુવપણે જ વતે છે, તેણે કરી સમયે સમયે અનંતા સુખનું આસ્વાદનરૂપ સિદ્ધપરમાત્મા સુખ વિકસે છે. - હવે ઉત્પાદ-વ્યયનું સ્વરૂપ કહે છે
વસ્તુગતે મૂલપણે જે શેયને પ્રગટાવે, તે જ્ઞાનપણું એટલે તે ભાસનપણે પરિણમવું થાય, તેવારે પૂર્વપર્યાયના ભાસનને વ્યય થ અને અભિનવ પર્યાયના ભાસનને ઉત્પાદ થયે, તથા જ્ઞાનપણું તે ધ્રુવ જાણવું.
એ સામાન્ય પ્રકારે ઉત્પાદ-વ્યયનું સ્વરૂપ કહ્યું. જે વિશેષ રીતે કહીએ, તે બાલાજીવની સમજણમાં ન આવે.