________________
તેરમા ગુરૂના બધથકી જે સિદ્ધ થયા, તે બુદબેધિત. સિદ્ધ જાણવા.
ચૌદમા વીરભગવાનની પરે જે એક સમયે એકાકી સિદ્ધ થયા, તે એકસિદ્ધ કહીએ.
પંદરમા શ્રીગષભ પ્રભુની પેરે એક સમયમાં ઘણા સિદ્ધ થયા, તે અનેકસિદ્ધ કહીએ.
એ સિદ્ધના પંદર ભેદ જાણવા.
૬૧૦ શિષ્યઃ—નામથકી, ક્ષેત્રથકી, કાલથી, ભાવથકી, દ્રવ્યથકી, ગુણથકા, અને પર્યાયથકી તે ઉત્પાદ તથા વ્યય એ બે ભંગ લેવા અને નવમા ધ્રુવ, એ રીતે નવ ભેદે સિદ્ધપરમાત્માનું સ્વરૂપ કેમ જાણીએ?
ગુરૂ –પ્રથમ શ્રીગષભાદિ ચોવીશ તીર્થંકર તે નામે કરી સિદ્ધ જાણવા.
બીજા ક્ષેત્રથકી સિદ્ધ તે સર્વ સિદ્ધઆશ્રયી પિસ્તાલીશ લાખ જન સિદ્ધશિલા પ્રમાણે જાહવા. અને એકસિદ્ધ આશ્રયી તે પોતાના શરીરના પ્રમાણમધ્યેથી ત્રીજો ભાગ ઘટાડી બાકી બે ભાગના શરીર પ્રમાણે આત્મપ્રદેશને ઘન કરી તે પ્રમાણે ક્ષેત્ર સ્પશને સિદ્ધ રહ્યા છે.
ત્રીજા કાલ થકી સર્વ સિદ્ધ ભગવાન તે અનાદિ અનંત ભાંગે રહ્યા છે, અને એક સિદ્ધ આશ્રયી તે સાદિ અનંત ભાંગે જાણ. કેમકે સિદ્ધિ વર્યા તેની આદિ છે,