SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ મ0 ગુરૂ – ભાવથકી તે પુણ્ય બાંધવાના નવ પ્રકાર છે. તેમાં પ્રથમ સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુ ર્વિધ શ્રી સંઘને અંતરંગ રાગ સહિત અને દેવાની રૂચિ તે અન્નપુણ્ય જાણવું. બીજું પાણપુણ્ય, તે સાધુ-સાદી પ્રમુખને પ્રાસુક જલ દેવાની રૂચિ જાણવી. ત્રીજું લેણુપુણ્ય, તે સાધુ-સાધ્વી પ્રમુખને રહેવા અર્થે સારી નિરવદ્ય જગા દેવાની રૂચિ. ચોથું સયણપુણ્ય, તે સાધુ-સાધ્વી પ્રમુખને સુવાને પાટ તથા બેસવાને બાજઠ પ્રમુખ દેવાની રૂચિ. પાંચમું વસ્ત્રપુણ્ય, તે સાધુ-સાધ્વી પ્રમુખને કપડાં, કાંબલી આદિ ધર્મોપકરણ પ્રમુખ દેવાની રૂચિ. - છઠ્ઠ મનપુણ્ય, તે જગતના છાનું મને કરી રૂડુ ચિંતવવું અર્થાત્ સર્વ જીવને ધર્મ પમાડી કર્મરૂપ દુઃખ થકી મૂકાવી સુખીયા કરી મેશનગરે પહેચાડું ! એવી ભાવના મને કરી ભાવે, તે જીવ જિનનામ કર્મ ઉપાર્જન - સાતમું વચનપુણ્ય, તે મીઠું, મનહર, પ્રીતિકારી, હિતકારી, સૂત્રમર્યાદાએ આજ્ઞા પ્રમાણે ઘણુ જીવને ઉપકાર રૂપ વચન બલવાની રૂચિ. આઠમું કાયપુણ્ય, તે પૂજવું-પ્રમાજેવું, તથા સાધુસાધ્વી પ્રમુખ ચતુર્વિધ શ્રી સંઘનો વિનય–વૈયાવચ્ચ, ને વિષે કાયા પ્રવર્તાવવાની રૂચિ.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy