________________
૪૫૯ નવમું નમસ્કાર પુણ્ય, તે શ્રીતીર્થકર, કેવલી, ગણધર, આચાર્ય, સાધુ, સાધ્વી પ્રમુખ ગુણી જીવને કૃતિકર્મ એટલે વંદના-નમસ્કાર કરવાની રૂચિ.
એ રીતે નવ પ્રકારને જે જીવના ચિત્તમાં ભાવ ઉપજે, તે ભાવપુણ્ય કહીએ અને એ ભાવપુણ્યની ચીકાશે કરી જીવને સત્તાએ જે શુભકર્મના દળીયા લાગે, તે દ્રવ્ય પુણ્ય કહીએ.
અને એ દ્રવ્યપુણ્યના દળીયા સત્તાએ બંધાણા, તે આગળ ભાવપણે મનુષ્ય-દેવતાના ભવ પામી બેંતાલીશ પ્રકારે મીઠા વિપાકે જીવ ભગવે,
એ રીતે એ દ્રવ્ય-ભાવની ભંગીએ કરી પુણ્યનું સ્વરૂપ જાણવું.
૫૮૭શિષ્યઃ-નવ તત્વમાંથી પાપનું સ્વરૂપ ભાવથકી તથા કવ્યથકી દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ –ભાવથકી તે પાપ બાંધવાના અઢાર પ્રકાર છે. તેના નામ કહે છે -
પહેલું પ્રાણાતિપાત, તે પરજીવના પ્રાણને નાશ ચિંતવે.
બીજું મૃષાવાદ, તે જ હું બોલવું.
ત્રીજુ અદત્તાદાન, તે પારકી અણુદીધી વરતુ ચેરી લેવાની રૂચિ.