________________
૪૫૬
- ૫૮૪ શિષ્ય –અધર્માસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ?
- ગુરૂ –દ્રવ્યથકી તે અધર્માસ્તિકાયદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી કહીએ, અને ભાવથકી તે અધર્માસ્તિકાયનું સ્થિરસહાયીપણું જાણવું. તથા એ ભાવથકી જે સ્થિરસહાથીપણું તે દ્રવ્યથકી અનંતા જીવ-પુદ્ગલને વિષે જાણવું.
એ રીતે અધર્માસ્તિકાયનું સ્વરૂપદ્રવ્યભાવની ત્રિભંગીએ કરી જાણવું.
૫૮૫ શિષ્ય–આકાશાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણીએ?
ગુરૂ દ્રવ્યથકી તે આકાશાસ્તિકાયદ્રવ્ય અનંત પ્રદેશી કહીએ. અને ભાવથકી તે આકાશાસ્તિકાયદ્રવ્યનું અવગાહનારૂપપણુ જાણવું, તથા એ ભાવથકી જે અવગાહનારૂપપણુ તે દ્રવ્યથકી અનંતા જીવ–પુદ્ગલને વિષે જાણવું.
એ રીતે આકાશાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્ય-ભાવની ત્રિભંગીએ કરી જાણવું.
૫૮૬ શિષ્ય –પગલાસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી તથા ભાવથકી ને દ્રવ્યથકી કેમ જાણુએ?
ગુરૂ –દ્રવ્યથકી તે પુદ્ગલાસ્તિકાયના અનંતા પરમાણુઓ લેકમાં શાશ્વતા છે, તે જાણવા અને ભાવથકી તે પુદ્ગલ દ્રવ્યનું ગલન પૂરણપણું જાણવું. તથા એ ભાવથકી જે તે ગલનપૂરણપણું દ્રવ્યથકી અનંતા બંધને વિષે જાણવું.