________________
૫૮૨-શિષ્ય –નિશ્ચય થકી જીવનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ?
ગુરૂ –નિશ્ચયનયે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી તો છવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે, અને ભાવથકી તે સકલ કમથકી રહિત, શુદ્ધ, નિર્મલ, ચિદાનંદ, પરમતિ , સહજાનંદી, પૂર્ણાનંદી, અજર, અમર, અખંડ, અલિપ્ત, સિદ્ધિરૂપ કાર્ય નિષ્પન્ન, અનંત સુખગી, વિભાવ સુખત્યાગી, આપ સ્વરૂપમાં રમતા એવા અનંતા સિદ્ધ પરમાત્મા સાદિ અનંતમે ભાગે વતે છે, એ ભાવથકી સ્વરૂપ જાણવું
એ નિશ્ચયનયે જીવનું સ્વરૂપ, બેભંગીએ કરી કહ્યું. એ રીતે જીવનું સ્વરૂપ કહ્યું,
હવે અજીવના સ્વરૂપમાં દ્રવ્ય-ભાવનું લક્ષણ કહે છે –
પ૮૩ શિષ્ય-ધર્માસ્તિકાયદ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, અને ભાવથકી ને દ્રવ્યથકી, એ ત્રિભંગીએ કરી કેમ જાણીએ?
ગુરૂ–દ્રવ્યથકી તો ધર્માસ્તિકાયદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી કહીએ. અને ભાવથકી તો ધર્માસ્તિકાયનું ચલનસહાયીપણુ જાણવું. તથા એ ભાવથકી જે ચલનસહાયીપણુ તે દ્રવ્યથકી અનંતા જીવ–પુદ્ગલને વિષે જાણવું.
એ રીતે ધર્માસ્તિકાયનું સ્વરૂપ દ્રવ્યભાવની ત્રિભંગીએ કરી જાણવું.