________________
૪૫૩
દ્રવ્યરૂપ કર્મના દળીયા જીવને લાગ્યા, તેને ભાવપણે દુઃખરૂપ વિપાકે જીવ ભગવે.
એ રીતે અશુદ્ધ પ્રકારે ભંગીએ કરી જીવનું સ્વરૂપ જાણવું.
પ૭૯ શિષ્ય –અશુભપ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી, દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ –એ અશુભ વ્યવહારનયને મતે જાણવું
જે કારણે અશુભ પ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી તે છવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણ અને ભાવથકી ક્રોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાસ્ય, વિદ, એ આદિ અશુભ ભાવના અનેક પ્રકાર જાણવા.
અને એ અશુભ ભાવની ચીકાશે કરી અનંતા દ્રવ્યરૂપ કર્મના દળીયા જીવને લાગે. તે અનંતા અશુભ કર્મરૂપ દળીયા જીવને લાગ્યા, તેને ભાવપણે જીવ નરક, તિર્યંચની ગતિ પામીને ભેગવે.
એ અશુભ પ્રકારે ભંગીએ કરી જીવનું સ્વરૂપ જાણવું.
૫૮૦-શિષ્ય -શુભ પ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકીને ભાવથકી ભાવથકી ને દ્રવ્યથકી, દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ –એ અશુભવ્યવહારનયને મતે જાણવું.