________________
ક્ષર
પહ૭-હવે જીવ–અજીવની ઓળખાણ કરવા વાસ્તે દ્રવ્ય તથા ભાવનું જાણપણું કરવા સારૂ નવ તત્વ, પદ્રવ્યનું
સ્વરૂપ અનેક નયની અપેક્ષાએ દ્રવ્ય-ભાવની ભંગીએ કરી દેખાડે છે –
તિહાં પ્રથમ છવદ્રવ્યથી માંડીને શિષ્ય-ગુરૂના પ્રશ્નોતરરૂપે નવતત્વ, ષડ્રદ્રવ્યનું સ્વરૂપ અનેક નયની અપેક્ષાએ
૫૭૮ શિષ્ય –અશુદ્ધપ્રકારે છવદ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી? તથા દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ?
ગુરૂઃ અશુદ્ધવ્યવહારનયને મતે જાણવું.
કેમકે શુભાશુભરૂપ પરિણામ તે કર્યા થાય છે, પણ અજ્ઞાનરૂપ રાગ-દ્વેષની ચીકાશ તેને અશુદ્ધતા કહીએ, તે અશુદ્ધતા તે જીવને અનાદિકાલની છે, માટે નિગદીયા છવ, રાગ-દ્વેષ અને અજ્ઞાનની ચીકાશરૂપ અશુદ્ધતાએ કરી અનંતા જન્મ-મરણ કરે છે,
એ અશુદ્ધ પ્રકારે જીવનું સ્વરૂપ તેમાં દ્રવ્યથકી તે જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણ અને ભાવથકી અજ્ઞાનરૂપ રાગ-દ્વેષની ચીકાશ જાણવી.
તે ભાવથકી અજ્ઞાનરૂપ રાગ-દ્વેષની ચીકાશ તેણે કરી અનંતા દ્રવ્યરૂપ કર્મના દળીયા જીવને લાગે, તે અનંતા