________________
૪૪૩
૫૫૬– પાંચમે એક સ્વભાવ તે સર્વદ્રવ્ય પિત પિતાના સ્વદ્રવ્યપણે કરી એક છે, - જેમ ધર્માસ્તિકાયને સ્વદ્રવ્ય ચલનસહાયરૂપ ગુણ તેણે કરી એક છે,
અને અધર્માસ્તિકાયને સ્થિર સહાયરૂપ ગુણ તેણે કરી એક છે,
તથા આકાશાસ્તિકાયને અવગાહનારૂપ ગુણ તેણે કરી એક છે, - પુદ્ગલદ્રવ્યને મિલન-વિખરણરૂપ ગુણ તેણે કરી એક છે,
કાલ દ્રવ્યને નવા-પુરાણ વર્તનારૂપ ગુણ તેણે કરી એક છે,
તથા જવદ્રવ્ય પિતાના જ્ઞાનાદિક ગુણ, તેણે કરી એક છે,
એ રીતે સર્વદ્રવ્ય, પિતપતાના સ્વદ્રવ્યપણે કરી એટલે જ્ઞાનાદિ અને ચલન સહાયાદિ ગુણ તેણે કરી એક છે, માટે એ સર્વ દ્રવ્યમાં એક સ્વભાવ જાણુ.
૫૫૭–છઠ્ઠો અનેકસ્વભાવ, તે અનેક પ્રકારે દ્રવ્યતાપણે કરીને જુદા જુદા ભેદ છે, એટલે દ્રવ્યથી ગુણ અનંતા અને ગુણથી પર્યાય અનંતા એમ કલપનાએ કરી અલગા કરવા.