________________
૪૪૪ એટલે જેમ જીવમાં જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્ર ગુણ, અને વીર્યગુણ એ આદિ અનંતા ગુણ છે, તેમ બીજા સર્વ દ્રવ્યમાં પણ અનેક ગુણ છે, માટે એ દ્રવ્યમાં અનેક સ્વભાવ જાણવો.
૫૫૮–સાતમે ભેદ સ્વભાવ, તે જીવમાં સંસારી જીવ આશ્રયી જાણ.
તિહ સકલકર્મ ક્ષય કરી જે મોક્ષે પહાતા છે, તે સિદ્ધના જીવ અને બીજા સંસારી જીવ,
તે સંસારીના બે ભેદ, એક અગી, બીજા સગી.
સોગીના બે ભેદ, એક કેવલી, બીજા છદ્મસ્થ. ' છદ્મસ્થના બે ભેદ, એક ક્ષીણમેહી, બીજા ઉપશાંત. મેહી, ઈત્યાદિક પૂર્વે કહ્યા છે, તે પ્રમાણે જીવમાં અનેક પ્રકારે ભેદ સ્વભાવ જાણો.
અને અજીવમાં તે ધર્માસ્તિકાયમાં ચલનસહાયપણું, અધર્માસ્તિકાયમાં સ્થિર સહાયપણું, આકાશાસ્તિકાયમાં અવગાહનાપણું, કાલમાં નવા-પુરાણા વર્તમાનપણું,
પુદ્ગલમાં પૂરણગલનપણું, એમ અનેક પ્રકારે જીવ અજવરૂપ છ દ્રવ્ય જુદે જુદે ભેદે પરિણમે છે, તે સર્વ ભેદ સ્વભાવ જાણુ. - તથા વળી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયાદિકમાં ભેદ સ્વભાવ તે જેમ બેસતાને બેઠા પણે સહાય કરે, ઉઠતાને