________________
૩૩ હું કમરૂપ મલથી રહિત-અમલ છું, કમલથી ત્યારે છું. - ૩૪ મહારી કોઈને ગમ નથી, માટે અગમ્ય છું.
૩૫ હું નામ રહિત અનામી છું. ૩૬ હું વિભાવ દશાના રુપથી રહિત સ્વભાવી છું. ૩૭ હું કર્મરુપ ઉપાધિથી રહિત અકર્મા છું.
૩૮ હું કર્મ બંધનથકી રહિત અબંધક છું. મહારે ખેલ ત્યારે છે.
૩૯ હું પરમાર્થભાવે ઉદયભાવથી રહિત અનુદય છું. ૪૦ હું મન, વચન, કાયાના વેગથી રહિત અગી છું.
૪૧ હું શુભાશુભ વિભાવદશાના ભેગથી રહિત અભેગી છું.
૪૨ હું કમરુપ રેગથી રહિત અગી છું. ૪૩ હું કોઈને ભેદ્ય ભેદાઉ નહિ, અભેદી છું.
૪૪ હું પુરુષ, સ્ત્રી, નપુંસક લક્ષણ ત્રણ વેદથી રહિત અવેદી છું. - ૪૫ હું કેઈને છેલ્લો છેદાઉ નહિ, માટે અદી છું.
૪૬ હું આત્મસ્વરુપ રમણમાં ખેદ પામુ નહિ, માટે અવેદી છું.
૪૭ મહારો કઈ સખાઈભૂત નથી, માટે અસખાઈ છું.