________________
૩૭
- ૨૦ હું દેહાતીત એટલે આ દેહરૂપ જે શરીર તે થકી રહિત છું.
૨૧ અજ્ઞાન, રાગ, દ્વેષરૂપ જે આશ્રવ, તે મહારૂં સ્વાભાવિક સ્વરૂપ નથી, હું એ થકી નિશ્ચયનયથી ન્યારે છું.
૨૨ અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતકારિત્રમય, અનંતવીર્યમય, એવું મહારૂં સ્વરુપ છે.
૨૩ હું શુદ્ધ છું, કર્મમલથી રહિત છું. ૨૪ હું બુદ્ધ એટલે જ્ઞાનસ્વરુપી છું.
૨૫ હું અવિનાશી છું, એટલે મહારે કઈ કાલે નાશ નથી.
૨૬ હું જરા થકી રહિત-અજર છું. ૨૭ હું અનાદિ એટલે મહારી આદિ નથી.
૨૮ હું અનંત એટલે મહારો અંત-છેડે કંઈ કાલે નથી.
૨૯ હું અક્ષય છું, એટલે મહારે કઈ કાલે ક્ષય નથી.
૩૦ હું કઈ કાલે ખરું નહિ એ અક્ષર છું.
૩૧ હું કોઈ કાલે સ્વરુપથી ચલું નહિ એવે અચલ છું..
૩૨ મહારું સ્વરુપ કેઈથી કર્યું જાય નહિં માટે અકલ છું.