________________
૪૩ " ૮ હું ચેતન છું, અને એ પુદ્ગલને સવભાવ તે અચેતન છે. - ૯ હું અરૂપી છું, એ પુદ્ગલ રૂપી છે, મહારે જ્ઞાનાદિ ચેતનાલક્ષણ સ્વભાવ છે, એ પુદ્ગલને જડ સ્વભાવ છે.
૧૦ હું અમૂર્ત છું, આ પુદ્ગલ મૂર્ત છે. ૧૧ હું સ્વાભાવિક છું, આ પુદ્ગલ વિભાવિક છે. ૧૨ હું શુચિ પવિત્ર છું. એ પુદ્ગલ અપવિત્ર છે.
૧૩ મહારો શાશ્વત સ્વભાવ છે, અને આ પગલિક વસ્તુ જે મને મળી છે, તે સર્વ અશાશ્વતી છે.
૧૪ મહારૂં જ્ઞાનાદિરૂપ છે, આ પુદ્ગલનું પૂરણગલનરૂપ છે,
૧૫ મહારૂં કેવારે વરૂ થકી ન ચલવું એ અચલિત સ્વભાવ છે, અને પુદ્ગલને ચલિત સ્વભાવ છે.
૧૬ મહારૂં જ્ઞાન, દર્શન, ચારિત્રમય સ્વરૂપ છે, અને પુદ્ગલ વર્ણ ગંધારિરૂપ છે, હું વર્ણગંધાદિકથી રહિત છું. - ૧૭ હું શુદ્ધ-નિર્મળ છું.
૧૮ હું બુદ્ધ છું, હું જ્ઞાનાનંદી છું.
૧૯ હું નિર્વિકલ્પ એટલે સર્વ વિકલ્પથી રહિત છું, મહારૂં સ્વરૂપ પુદ્ગલથી ન્યારું છે.