________________
૪૨૧
પ્રદેશ રહ્યા છે. તથા પુદ્ગલ પરમાણુઓ પણ તેમજ અનંતા રહ્યા છે, એમ એક આકાશ પ્રદેશમાં પાંચ દ્રવ્ય રહ્યા છે,
તે સવે દ્રવ્ય પિત–પિતાની સત્તા લીધા રહ્યા છે, પણ કેઈ દ્રવ્ય કેઈ દ્રવ્યમાં નથી, એ દ્રવ્યને વિષે વસ્તુ પણું જાણવું.
૫૪૭-હવે એ છ દ્રવ્યમાં દ્રવ્યપણું દેખાડે છે –
છએ દ્રવ્ય તિપિતાની ક્રિયા કરે છે, એટલે ધર્માસ્તિકાયમાં પિતાને ચલન સહાયગુણ છે, તે ધર્માસ્તિકાયના સર્વ પ્રદેશમાં જાણ. તે સદાકાલ જીવ-પુદ્ગલને ચાલવારૂપ ક્રિયા કરે છે.
ઈહિ શિષ્ય આશંકા કરે છે કે-લેકને અંતે સિદ્ધ ક્ષેત્રમાં ધર્માસ્તિકાય છે, તે સિદ્ધના જીવને ચલનરૂપ કિયા કેમ કરતું નથી ? તેને ઉત્તર ગુરૂ કહે છે – સિદ્ધના જીવ અક્રિય છે, તેથી જ તે ચાલતા નથી, પણ તેહીજ ક્ષેત્રમાં સૂક્ષ્મનિગદીઆ જીવ તથા પુદ્ગલ પરમાણુઓ અનંતા રહ્યા છે, તેને ચાલવારૂપ ક્રિયામાં સહાય કરે છે,
તથા અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ–પુદ્ગલને સ્થિર રાખવારૂપ ક્રિયા કરે છે, તથા આકાશાસ્તિકાય દ્રવ્ય સર્વ દ્રવ્યને અવગાહકરૂપ ક્રિયા કરે છે.
અહિં શિષ્ય આશંકા કરે છે, કે, અલકમાં પણ આકાશદ્રવ્યને અવગાહશક્તિ તેવી જ છે, પણ તિહાં