________________
- એક, અસ્તિત્વ, તે અસ્તિપણું, બીજી વસ્તુત્વ, તે વસ્તુપણું, ત્રીજુ દ્રવ્યત્વ, તે દ્રવ્યપણું, ચોથું પ્રમેયત્વ, તે પ્રમેયપણું, પાંચમું સત્ત, તે સવપણું, છઠ્ઠ અગુરુલઘુત્વ, તે અગુરુલઘુપણું. એ છ ગુણ જાણવા.
૫૪૫–તિહાં પ્રથમ અસ્તિપણું કહે છે -
એ છ દ્રવ્ય પિતાના ગુણ. પર્યાય અને પ્રદેશે કરીને અસ્તિ છે.
તેમાં પાંચ દ્રવ્ય અસ્તિકાય જાણવા, અને એક કાલ દ્રવ્યમાં અસ્તિકાયાપણું નથી.
જે કારણે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ, એ ચાર દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશ મળી સ્કંધ થાય છે. અને પુદ્ગલમાં પણ સકંધ થવાની શક્તિ છે, તેથી પાંચે દ્રવ્ય અસ્તિકાય જાણવા. અને કાલને સમય જે છે, તે કેઈ બીજા સમયથી મળતું નથી, એટલે એક સમયે વિણસે છે. અને તે પછી બીજે સમય આવે છે.
તેણે કરી કાલદ્રવ્ય અસ્તિકાય ન કહેવાય, અને પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય.
૫૪૬-હવે છ દ્રવ્યમાં વસ્તુપણું દેખાડે છે –
વસ્તુત્વ એ છએ દ્રવ્ય એકઠા એક ક્ષેત્રમાં ભેળા રહ્યા છે, જે કારણે આકાશરૂપ ક્ષેત્રના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ રહ્યું છે, તથા અધર્માસ્તિકાયને એક પ્રદેશ રહ્યો છે, અને જીવ અનંતાના અનંતા