________________
અર્થ –ચાર પ્રકારને પિંડ સૂઝતે લે, ઈસમિતિ પ્રમુખ પાંચ સમિતિ પાલે, અનિત્યાદિ બાર ભાવના ભાવે, સાધુની બાર પ્રતિમા વહે, પાંચ ઇન્દ્રિયને નિરોધ કરે, પચીશ પડિલેહણા ઉપગ સહિત કરે, ત્રણ ગુપ્તિ પાલે, તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ, એ ચાર પ્રકારે અભિગ્રહ કરે, નિશ્ચયથકી એ કરણસિત્તરીના સિત્તર બોલ પાલે,
એ રીતે ચરણસિત્તરી અને કરણસિત્તરીના ગુણે કરી જે સહિત હેય, અને આત્મધર્મની રૂચિ ઘણી હોય, તે જીવ ક્રિયારૂચિવંત જાણ.
૫૪૩–નવમી સંક્ષેપરૂચિ તે, અર્થમાં તથા જ્ઞાનમાં ડું કહયાથી પણ ઘણું જાણે. કુમતિમાં ન પડે, જૈનમતમાં અંતરંગ પ્રતીતિ માને, તેને સંક્ષેપરૂચિ હેય.
૫૪૪–દશમી ધર્મ રૂચિ, તે પંચાસ્તિકાયનું સ્વરૂપ જાણ કરી શ્રતજ્ઞાનને સદ્ભાવે અંતરંગ નિશ્ચયનયને સત્તાએ સહે, એટલે વસ્તુગતે અનંત ધમ રહે છે, તેને નિરાવરણ પ્રગટ કરવાની રૂચિ જેને હોય, તેને ધર્મરૂચિ જીવ કહીએ.
એ રીતે દશરુચિનું સ્વરુપ જાણે, તેને નિર્મળ સમકિતી કહીએ.
હવે વલી છ દ્રવ્યનું સ્વરુપ જાણુવાને અર્થે એકેક દ્રિવ્યમાં છ-છ સામાન્ય ગુણ છે. તેના નામ કહે છે –