________________
૪૦૧ એ રીતે નિશ્ચયનયે કરી છે દ્રવ્ય નિત્ય પણ કહીએ અને અનિત્ય પણ કહીએ.
હવે વ્યવહારનયે કરી ધર્મ, અધર્મ, આકાશ અને કાલ, એ ચાર દ્રવ્ય નિત્ય કહીએ. તથા જીવ અને પુદ્દગલ, એ બે દ્રવ્ય, અનિત્ય જાણવા.
કારણ કે વ્યવહારનયને મતે જીવ, ચારગતિરૂપ સંસારમાં જન્મ-મરણરૂપ નવા નવા ભવ કરે છે, માટે અનિત્ય કહીએ.
તથા વ્યવહારનયે કરી પુદ્ગલદ્રવ્યના સ્કંધ પણ સર્વે અનિત્ય જાણવા. કારણકે પુદ્ગલના સ્કંધ બને છે, તે સ્થિતિ પ્રમાણે રહે છે, વળી પાછા વિખરે છે, માટે અનિત્ય જાણવા.
તથા જે કારણે વળી દ્રવ્યાસ્તિકનયને મતે જીવ અસંખ્યાત પ્રદેશ નિત્ય-સદાકાલ શાશ્વત છે, અને અશુદ્ધ, અનિત્ય પર્યાયે કરી જીવ અનિત્ય, અશાશ્વતે જાણ. કેમકે અશુદ્ધ, અનિત્ય પર્યાયે કરી જીવ ચાર ગતિરૂપ સંસારમાં ઉત્પાદ, વ્યયરૂપ પલટણ સ્વભાવે વતે છે, તે આવી રીતે –
મનુષ્ય ભવના પર્યાયને વ્યય થયે, અને દેવતાના ભવના પર્યાયને ઉત્પાદ થયે, વળી દેવ ભવના પર્યાયને વ્યય થયે, અને તિર્યંચ ભવના પર્યાયને ઉત્પાદ થયે, વળી તિર્યંચ ભવના પર્યાયને યય થયે, અને મનુષ્ય ભવના પર્યાયને ઉત્પાદ થયે. એમ અશુદ્ધ, અનિત્ય