SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું તથા અધર્માસ્તિકાયના પણુ અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિરસહાય, એ ચાર ગુણ તથા પર્યાયમાં અધર્મસ્તિકાયને એક કંધ, એ પાંચ નિત્ય જાણવા. અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, એ ત્રણ પર્યાય અધર્માસ્તિકાયના અનિત્ય જાણવા. હવે આકાશાસ્તિકાયના અરૂપી, અચેતન, અક્રિય અને અવગાહક, એ ચાર ગુણ અને પર્યાયમાં આકાશાસ્તિકાયને કધ, એ પાંચ નિત્ય જાણવા. તથા દેશ, પ્રદેશ અને અગુરુલઘુ, એ ત્રણ પર્યાય આકાશાસ્તિકાયના અનિત્ય જાણવા. હવે કાલ દ્રવ્યના અરૂપી, અચેતન, અક્રિય અને નવા પુરાણા વર્તના લક્ષણ, એ ચાર ગુણ નિત્ય જાણવા. તથા અતીત, અનાગત, વર્તમાન અને અગુરુલઘુ, એ ચાર પર્યાય કાલ દ્રવ્યના અનિત્ય જાણવા. હવે પુદગલ દ્રવ્યના રૂપી, અચેતન, સક્રિય અને પૂરણગલન, મિલન, વિખરણ, એ ચાર ગુણ નિત્ય જાણવા. તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ સહિત એ ચાર પુદ્દગલાસ્તિકાયના અનિત્ય જાણવા. - હવે જીવદ્રવ્યના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, એ ચાર ગુણ અને અવ્યાબાધ, અમૌત્તિક, તથા અનવગાહ, એ ત્રણ પર્યાય જીવના નિત્ય જાણવા. અને એક અગુરુલઘુ પર્યાય, જીવને અનિત્ય જાણવે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy