________________
૩૯ જે કારણ માટે જીવ, સમયે સમયે અનંતા કર્મ રૂપ પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ કરે છે અને આગળ સત્તાએ અનંતા કમરુપ દળીયા બાંધ્યા છે, તે સ્થિતિ પ્રમાણે જીવને ઉદય આવે છે, તેને ભેળવીને ખેરવે છે. તથા કેટલાએક પરમાણુઓ તે ઉદીરીને ઉદય આણ ભેગવીને ખેરવે છે, તથા કેટલાએક જ્ઞાનરૂપ દષ્ટિએ કરી બાળીને ખેરવે છે,
એમ અનેક પ્રકારે સમયે સમયે અનંતા કર્મરૂપ પરમાણુઓ ગ્રહણ કરે છે, અને સમયે સમયે અનંતા કર્મ રૂપ પરમાણુઓ ખેરવે છે,
માટે અનાદિકાળના જીવ અને પુદ્ગલ, એ બે દ્રવ્ય, મલવા-વિખરવારુપ ક્રિયા કરે છે, તેથી સક્રિય જાણવા
પ૨૪-શિષ્ય –એ છ દ્રવ્યમાં ટ્યિ નિત્ય કેટલા અને અનિત્ય કેટલા?
ગુરૂ –નિશ્ચયનયે કરી છએ દ્રવ્ય નિત્ય છે, અને નિશ્ચયન કરી છએ દ્રવ્ય અનિત્ય છે, તથા વ્યવહાર નચે કરી તે ચાર દ્રવ્ય નિત્ય જાણવા, અને બે દ્રવ્ય અનિત્ય જાણવા તે આવી રીતે –
ધર્માસ્તિકાયના અરુપી, ચેતન, અક્રિય અને ચલનસહાય એ ચાર ગુણ અને પર્યાયમાં ધર્માસ્તિકાયને એક સકંધ એ પાંચ નિત્ય જાણવા, તથા દેશ, પ્રદેશ અને અગુરુલઘુ, એ ત્રણ પર્યાય ધર્માસ્તિકાયના અનિત્ય જાણવા. ૬
૨૬