________________
૪૦૨ પર્યાયે કરી જીવ, અનેક પ્રકારે ઉત્પાદ-વ્યયરૂપ પલટણ સ્વભાવે ચાર ગતિરૂપ સંસારમાં સદાકાલ વર્તે છે, અને જીવ એને એ ધ્રુવપણે શાશ્વત છે, તથા જન્મ-મરણ, થાય છે, તે સર્વ પર્યાયને ઉત્પાદ વ્યય થાય છે, માટે દ્રવ્યાસ્તિકન કરી જીવને નિત્ય કહીએ, અને પર્યાયાસ્તિકને કરી જીવને અનિત્ય કહીએ, એ પરમાર્થ છે.
તથા પુદ્ગલ પરમાણુઓ પણ દ્રવ્યથકી નિત્ય શાશ્વતા છે, અને પર્યાયથકી ઘણું પરમાણુઓ મળી કંધ બને છે, તે સ્થિતિ પ્રમાણે રહે છે, વળી પાછા વિખરે છે, તે સ્કંધને અનિત્ય પણ કહીએ.
એ રીતે બદ્રવ્યમાં નિશ્ચય-વ્યવહાર કરી નિત્ય-અનિત્યનું સ્વરૂપ જાણવું.
પર૫ શિષ્યઃ—એ છ દ્રવ્યમાં કારણકારણ કેટલા અને અકારણ કેટલા?
ગુરૂ–છ દ્રવ્યમાં પાંચ દ્રવ્યને એક જીવ દ્રવ્ય તે અકારણ છે, અને જીવ દ્રવ્યને પાંચે દ્રવ્ય કારણરૂપ જાણવા.
જેમકે જીવ કર્તા, અને તેને ધર્માસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવને ચાલવા-હાલવારૂપ કાર્ય થયું,
તેમજ જીવ કર્તા, તેને અધર્માસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવને સ્થિર રહેવારૂપ કાર્ય નિપજ્યું,
તેમજ જીવ કર્તા, અને તેને આકાશાસ્તિકાય કારણ મળ્યું, તે વારે જીવને અવગાહનારૂપ કાર્ય નિપજ્યું,