________________
૩૯ શાશ્વતા છે, માટે એકેક પરમાણુઓમાં અનંતા ઉત્પાદ વ્યયરૂપ કાલના સમય અનાગતકાલે વ્યતીત થઈ ગયા, તથા હજી પણ અનંતા સમય આવતે કાલે વ્યતીત થશે, અને પરમાણુઓ તે તેને તે જ સદાકાલ શાશ્વતા છે, માટે પુદગલદ્રવ્યથકી પણ કાલદ્રવ્યના સમય અનંતા જાણવા,
એ રીતે જીવ, પુદ્ગલ અને કાલ, એ ત્રણ દ્રવ્ય અનેક કહીએ.
એ રીતે ષડદ્રવ્યના સ્વરૂપમાં એક અનેકને વિચાર જાણ.
પરર શિષ્ય-છ દ્રવ્યમાં વિત્ત ક્ષેત્ર કેટલા અને ક્ષેત્રી કેટલા?
ગુરૂ –છ દ્રવ્યમાં એક આકાશ તે ક્ષેત્ર કહીયે અને બીજા પાંચ દ્રવ્ય ક્ષેત્રી કહીએ.
કેમકે એક આકાશના ઘરમાં પાંચે દ્રવ્ય મળીને રહ્યા છે, તે આવી રીતે –
જે આંખની પાંપણને એક વાલ લઈને તેને અગ્રભાગ એ સૂમ કરીએ કે જેના એક ખંડના બે ખંડ ન થાય, એવા સૂક્ષ્મ ખંડ પ્રમાણે આકાશ ક્ષેત્ર લહીએ.
તેટલામાં આકાશરૂપ ક્ષેત્રના પિતાના અસંખ્યાતા પ્રદેશ રહ્યા છે, અને તેટલામાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા