________________
પ્રદેશ છે, તથા અધર્માસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશ છે અને નિગદીયા ગેળા પણ અસંખ્યાતા રહ્યા છે,
તે પડયા મૂકીને તે મહેલે માત્ર એકજ ગોળ લહીયે. - તે એક ગાળામાં પણ અસંખ્યાતી નિગદ રહી છે, તે અસંખ્યાતી નિગોદ પડતી મૂકીને તે માંહેથી એક નિગોદ લહીએ,
તે એક નિગેદમાં પણ અનંતા જીવ રહ્યા છે, તે જીવની ગણત્રી કહે છે –
એક અતીતકાલ કેતાં આગળ જે છેડા રહિત અનંતે કાલ ગ તથા અનાગતકાલ તે પણ છેડા રહિત છે, તે સર્વેના જેટલા સમય થાય, તેની સાથે ત્રીજે વર્તમાનકાલને એક સમય પણ લે, એટલે અતીતાદિક ત્રણે કાલના અંત રહિત જેટલા સમય થાય, તે સર્વને અનંતગુણ કરીએ, એટલા જીવ એક નિગદમાં છે. તે સર્વ જીવ પડયા મૂકીને તે માંહેથી માત્ર એક જીવ લહીએ,
તે જીવના અસંખ્યાતા પ્રદેશ છે, તે એકેકા પ્રદેશે અનંતી કર્મની વર્ગણાઓ લાગી છે, તે સર્વ વણાઓ પડતી મૂકીને તેમાંથી એક વર્ગણ લહીએ,
તે એક વર્ગણામાં અનંતા પુદ્ગલ પરમાણુઓ રહ્યા છે, તે આવી રીતે –
પ્રથમ પરમાણુઓના બે ભેદ છે, એક છૂટા પરમાણુઓ અને બીજા સ્કંધ,