________________
૩૭૫
હવે વનમાં જઈને લાકડું કાપવા માંડયું, તેવારે વળી કેઈએ પૂછ્યું કે તું શું લે છે? તે વારે તે યુદ્ધનગમનયને મતે બોલ્યો કે હું મંજૂષા લઉ છું. - હવે મંજૂષાને સારૂ લાકડું લઈને પાછું વળે, તે વારે વળી કેઈએ પૂછયું તું શું લા? તે વારે શુદ્ધતર નિગમ નયને મતે બેલ્યો કે હું મંજૂષા લાવ્યા,
હવે સુથારને તેડી મંજૂષા કરાવવા માંડી, તે વારે વળી કેઈએ પૂછયું તું શું કરાવે છે એટલે અતિશુદ્ધ નગમનયને મતે બેલ્યો કે હું મંજૂષા કરાવું છું. ઇતિ નિગમનાય છે
હવે વ્યવહારનયના મતવાળે બોલ્યો કે એમ મંજૂષા નહિ માનું, તો તૈયાર નજરે દેખું, તે મંજૂષાપણું માનું માટે જેવારે મંજૂષા તૈયાર સંપૂર્ણ નિપની, તે વારે વ્યવહારનયના મતવાળે કહે કે એને મંજૂષા કહીએ.
હવે સંગ્રહનયના મતવાળા બેલ્યો, એમ મંજૂષા ન હેય, જે મંજૂષાની સત્તા પૂર્ણ ગ્રહણ કરે, તે મંજૂષા કહેવાય, પણ ઠાલી મંજૂષા કાંઈ કામની નહિ, પરંતુ મંજૂષાની સત્તારૂપ માણેક, મોતી, હીરા, જવાહિર, રત્ન, પરવાળા પ્રમુખ વસ્તુ માંહે ભરે, છે તે વારે સંગ્રહનયના મતવાળો કહે કે હવે એને મંજૂષા કહીએ.
અહીં પ્રથમ વ્યવહારનય પછીથી ગુરૂનય જણાવ્યો છે, અને ઘટના પણ બરાબર સંગત નથી લાગતી, ગીતાર્થ ગુરૂ પાસે યોગ્ય સમજવાની જરૂર છે.
૪૦