________________
નયને મતે તે દેવભવના પર્યાયરૂપ વસ્તુ સર્વે તખતે બેઠા ભોગવે, તે દેવ કહીએ.
એ રીતે સાત ન કરી જીવને કર્મનું કર્તા-ભોક્તા પણું જાણવું
૫૧૦ શિષ્ય-જીવને સ્વરૂપના કર્તાપણામાં કેટલા નય પામીએ?
ગુરૂ–જે કાર્ય કરવું તે સાતે નયે મળી નીપજે છે, તે વારે તે વસ્તુ બરાબર પાકી પ્રમાણ જાણવી. એ જિનમત અનુસારે વચન છે, પણ એમાં એકે નયે અધૂરી વસ્તુમાં વસ્તુપણું માને, તે જિનમત વિરોધવાદીનું વચન જાણવું. માટે ઈહાં જીવને સ્વરૂપને કર્તા તે સિદ્ધિરૂપ કાર્યને કર્તા જાણ, તે સિદ્ધિરૂપ કાર્ય તે, સાતે નયે મળીને નિપજે છે, માટે સાતે ન કરી સિદ્ધિરૂપ કાર્ય દેખાડે છે.
તિહાં કેઈ સમ્યગૃષ્ટિ જીવ જાગ્યે થકે વિવેકરૂપ નેત્રે કરીને અંતરદષ્ટિએ જોતે પિતાનું સ્વરૂપ નિપજાવે,
એટલે સંગ્રહનયને મતે સિદ્ધસમાન પિતાના આત્માની સત્તા અસંખ્યાત પ્રદેશરૂપ છે, તે ઓળખીને જેણે પ્રતીતિ કરી છે,
અને નિગમનયને મતે આઠ રૂચકપ્રદેશ જીવને સદાકાલ સિદ્ધસમાન નિર્મલા વર્તે છે, તેણે કરી અંશથકી પિતાના આત્માને સિદ્ધસમાન કરી જાણે છે, તેની આચા રાંગની ટીકામાં સાખ છે,