________________
3१४ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે શુદ્ધપરિણામ વતે, તે જીવને નિશ્ચયસમકિત જાણવું.
એટલે એ સમકિત આવ્યું થયું જાય નહિ. માટે એને નિકચયસમકિત કહીયે. અને ક્ષાયોપશમ તથા ઉપશમ એ બે સમકિત આવીને પાછા જતા રહે છે, તેથી તે વ્યવહાર સમકિતમાં ગયા અને ક્ષાયિકસમકિત જે જીવને આવ્યું તે ફરી પાછું જાય જ નહિ, તેથી એ સમકિત નિશ્ચયમાં ગણાય છે. ૪
૫૦૫-શિષ્ય –નિસર્ગસમકિત અને ઉપદેશસમકિત કેને કહીયે? . ગુરૂ–નિસર્ગ સમતિ તે જે પિતાને ઉપશમે ગુરુના ઉપદેશ વિના નિશ્ચય-વ્યવહારનયે કરી નરમાદિ સાત ન કરી તથા નામાદિચાર નિક્ષેપ કરી જીવ-અવરૂપ નવ તત્ત્વ, પકવ્યનું સ્વરુપ જાણે અને નિશ્ચય-વ્યવહારનયે કરી જીવ સ્યાદ્વાદરૂપ નિત્ય-અનિત્યાદિ આઠપક્ષે કરી જીવ સ્વરૂપની પ્રતીત કરે, એવી રીતે જાણપણારૂપ નિશ્ચયે કરી નવ તત્વમાં આશ્રવરૂપ પાંચ તત્વ છે, તે ઉપર ત્યાગ બુદ્ધિ અને સંવર-નિર્જરારૂપ શુદ્ધગુણ, તેનું આદર કરે,
તથા શ્રી વીતરાગના કહ્યા જે ભાવ નવતત્ત્વ, પદ્રવ્ય તેના સ્વરૂપને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જાણે. તથા નામાદિ ચાર નિક્ષેપ કરી પોતાની બુદ્ધિથી સર્વે વસ્તુનું પ્રમાણ કરે, સાચું કરી સદહે, તે નિસર્ગ સમકિત જાણવું,