________________
૩૫૮ બાપાદિકપણું રહ્યું છે, તેથી અનેક પણ કહીયે પરંતુ એ બેટા, બાપ, ભાઈ, ભત્રીજાપણુમાં પિતાપણું તે એક વતે છે, એટલે એ એકમાં અનેક અને અનેકમાં એક પક્ષને આચાર વ્યવહારનયને મતે જાણ.
હવે નિશ્ચયનયને મતે જીવમાં એક-અનેક પક્ષ દેખાડે છે –
નિશ્ચયે કરી સર્વ જીવને ધર્મ સત્તાએ એકરૂપસરખે છે, માટે સર્વ જીવ એક કહીયે અને ગુણ, પર્યાય, તથા પ્રદેશ અનેક છે, એટલે ગુણ અનંતા છે, પર્યાય અનંતા છે અને પ્રદેશ અસંખ્યાતા છે, માટે અનેક પણ
- તે માટે એ એકમાં અનેક છે અને એ ગુણપર્યાય તથા પ્રદેશ અનેક છે, પણ તેમાં જીવપણું એકસરખું છે, માટે અનેકમાં એક પણ કહીયે. " એ રીતે નિશ્ચયનયને મતે કરી એકમાં અનેક અને અનેકમાં એક પક્ષને વિચાર જાણવે. - હવે વ્યવહારનયને મતે જીવમાં સત્-અસત્ પક્ષ દેખાડે છે –
વ્યવહારનયને મતે જીવ પિતે પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવપણે કરીને સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, અને પરભાવપણે કરીને અસત્ છે.