________________
૩૫૬ હવે સ્યાદ્વાદરિત્નાકરથી નયનું સ્વરૂપ લખીયે છીએ. - નયપમાડીયે એટલે જેણે શ્રતજ્ઞાને વિષયપ્રમાણકીધે, જે પદાર્થને અંશ, તેહથી ઈતર જે બીજે અંશ, તે અંશથી ઉદાસીપણું તેને જે પડિવજવાવાલાનો અભિપ્રાયવિશેષ તે નય કહીયે,
એટલે વસ્તુના અંશને ઉદાસીપણે ગ્રહે, તે નય કહીયે. અને એક અંશને મુખ્ય કરી બીજા અંશને ઉસ્થાપે, તે નયાભાસ કહીયે.
તે નયના બે ભેદ છે. એક દ્રવ્યાર્થિક, બીજે પર્યાયાર્થિક, એ રીતે નયનું સ્વરૂપ કહ્યું, અને પમાણે હિં =પ્રત્યક્ષ અને પરોક્ષ, એ બે પ્રમાણનું સ્વરૂપ, આગળ શ્રી સિદ્ધચક્રજીના યંત્રમધ્યે કહ્યું છે, તે પ્રમાણે જાણવું.
અને જે “અપ્પા સાયવાયભાવેણું” એટલે અપા=આત્મા, તેને સાયવાય=સ્યાદ્વાદરૂપ નિત્યાનિત્યાદિ. આઠ પક્ષે કરી ભાવેણું ઓળખીને જેણે પિતાના આત્માની પ્રતીતિ કરી છે.
ઈહાં શિષ્ય પૂછે છે કે સ્યાદ્વાદરૂપ નિત્યનિત્યાદિ આઠ પક્ષે કરી પિતાના આત્માની પ્રતીતિ કેવી રીતે થાય? તે વારે ગુરૂ કહે છે, જે સ્યાદ્વાદમંજરીમાં કહ્યું છે કે " नित्यानित्याद्यनेकधर्म शबलैकवस्त्वभ्युपगमत्व
स्याद्वादत्वं॥१॥ ૫૦૧-શિષ્ય –એ નિત્ય અનિત્યાદિ આઠ પક્ષે કરી જીવનું સ્વરૂપ કેમ જાણીયે?