________________
૩૫૫ પણ પૂર્ણ કહે, જેમ તેમ ગુણઠાણે કેવલી ભગવાનને સિદ્ધ કહે, તે સમભિરૂનય એક ભેદે જાણવો.
૪૯–હવે સાતમા એવભૂતનયનું સ્વરૂપ
જે વસ્તુ પિતાને ગુણ સંપૂર્ણ છે અને પિતાની ક્રિયા કરે છે, તેને વસ્તુ કહીયે, તે વસ્તુના નય ગુણપર્યાય તથા વસ્તુધર્મ સર્વે પ્રગટ પ્રવર્તતા હોય, તેને વસ્તુ કહીયે. જેમ મોક્ષ સ્થાનકે જે પહોતો હોય, તે જીવને સિદ્ધ કહે, તથા જેમ પાણીયે ભર્યો સ્ત્રીના માથા ઉપર આવતે જલધારણ ક્રિયા કરતું હોય તેને ઘડે કહે, તે એવભૂત નય જાણવો. તેને એક ભેટ છે.
એ સર્વ મળીનગમના ત્રણ, સંગ્રહના બે, વ્યવહારના બે, ત્રાજુસૂત્રના બે, તથા, શબ્દાદિક ત્રણેના ત્રણ, મળી બારભેદ થયા તે પૂર્વોક્ત સેળભેદ સાથે મેળવીયે, તે વારે અઠ્ઠાવીશ ઉપનય થાય. - ૫૦૦-હવે એ સાત નયના શ્રીવિશેષાવશ્યકને અનુસારે ભેદ કહે છે –
નગમના દશ, સંગ્રહના બાર, વ્યવહારના ચૌદ, ત્રાજુ સૂત્રના છે, શબ્દના સાત, સમભિરૂના બે અને એવભૂતને એક, એમ સર્વ મળી બાવન ભેદ જાણવા.
વળી નયસારમયે એ સાત નયના સાત ભેદ કહ્યા છે, તે પણ જાણવા.