________________
૩રર એટલે એણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકશાસ્તિકાય, તથા બીજા પુદ્ગલ સર્વે ટાળ્યા, પણ પંચંદ્રિય, મન, લેસ્યાના પુદ્ગલ છે, તેને જીવમાં ગણ્યા, એટલે વિષયાદિક તે ઇંદ્રિય લે છે, તે જીવથી ન્યારા છે, પણ એ નયને મતવાળે ઈહાં જીવની સાથે લીધા.
તથા જુસૂત્રનયને મતે તે જે ઉપગવંત તે જીવ.
એટલે એ નયને મતવાળે ઈકિયાદિક તે સર્વ ટાળ્યા, પણ જ્ઞાન–અજ્ઞાનને ભેદ ટાળે નહિ.
તથા શબ્દનયને મતે તે નામજીવ, સ્થાપનાજીવ ત્યજીવ, અને ભાવજીવ.
એટલે એ નયને મતવાળે ચાર નિક્ષેપે જીવપણું કહયું, પણ ગુણ-નિર્ગુણને ભેદ પાડે નહિ.
તથા સમભિરૂનયને મતે જ્ઞાનાદિક ગુણવંત તે જીવ.
એટલે એ નયને મતવાળે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ઈત્યા દિક સાધક-સિદ્ધરૂપ પરિણામ તે જીવ સ્વરૂપમાં ગણ્યા.
તથા એવભૂતનયને મતે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતચારિત્ર, શુદ્ધસત્તા માત્ર તે જીવ જાણુ.
એટલે એ નયને મતવાળે સિદ્ધિ અવસ્થાના જે ગુણ હતા, તે ઈહાં ગ્રહણ કર્યા.