________________
૩૨૩ એ રીતે જીવનમાં સાત નય કહ્યા.
૪૭૮-જિનદાસ શેઠ –નયની અપેક્ષાએ કરી જ્ઞાનનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર–નગમનયના મતવાળો એક અંશ ગ્રહીને સર્વ વસ્તુનું પ્રમાણ કરે છે, માટે ગમનયને મતે સર્વે જીવ જ્ઞાની કહીયે. કારણકે સર્વજીવની ચેતના અક્ષરને અનંતમે ભાગે ઉઘાડી છે, તિહાં જ્ઞાનાવરણાદિ કર્મનું આવરણ લાગતું નથી. માટે નગમનયને મતે સર્વ જીવ અંશથકી જ્ઞાની જાણવા.
તથા સંગ્રહનયના મતવાળે સત્તાનું ગ્રહણ કરે છે, માટે સર્વજીવની સત્તા જ્ઞાનરૂપ છે, તેથી સંગ્રહનયને મતે સર્વ જીવ સત્તાએ જ્ઞાની જાણવા.
તથા વ્યવહારનયના મતવાળે તે બાહા થકી જેનું જેવું સ્વરૂપ દેખે, તેને તેવું કહી બોલાવે, પણ અંતરંગ ઉપગ ન માને, માટે જે અન્યમતના સર્વશાસ્ત્રને વાંચે.
તથા જનમતના સર્વ સૂત્ર, સિદ્ધાન્ત, ભાષ્ય, નિર્યુક્તિ, ટીકા, ચુણિને વાંચે, ગુરુમુખે સદુદહે, અર્થ કરે, તેને વ્યવહારનયના મતવાળે જ્ઞાની કહીને બોલાવે.
તથા રજુ ત્રનયને મતે તે અંતરંગ પ્રતીતિ સહિત વસ્તુગતના ભાવનરૂપ જ્ઞાન સ્વરૂપના ઉપગમાં જેનું ચિત્ત જે સમયે વર્તે છે, તે સમયે તે જીવ જ્ઞાની જાણવા, એટલે એ નયને મતવાળે સમકિતી જીવને જ્ઞાની કહી બોલાવ્યા.