________________
૩૧૫
તખતે બેઠે, રાજ ભોગવે, હાલ-હુકમ ચલાવે, જે મુખથી વચન નીકળે, તે પ્રમાણે કામ થાય, સર્વ લેક આજ્ઞા માને, તે રાજા જાણ.
એમ સાતે નર્ય કરી રાજ્યવસ્થાનું સ્વરૂપ જાણવું. ૪૬૮-શિષ્ય –મનુષ્યમાં સાત નય કેમ જાણીયે?
ગુરૂકાઈ જીવ ઋજુસૂત્રનયને મતે ભદ્રક પરિણામ રૂપ સરળ સ્વભાવે કરી વ્યવહારનયને મતે પુણ્યરૂપ દળીયાનું ગ્રહણ કરે, તે સંગ્રહાયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા, અને નૈગમનયને મતે તે દળીયા ત્રણે કાલ એકરૂપપણે જાણવા. એ રીતે જે જીવે મનુષ્યનું આયુષ બાંધ્યું, તે પ્રાણી એ ચાર ન કરી દ્રવ્યમનુષ્ય જાણવા. અને જે વારે તે જીવ શબ્દનયને મતે મનુષ્યપણે ઉપન્યા, તે વારે તેને ભાવમનુષ્ય કહીયે. એવું સાંભળી શિષ્ય પૂછે છે કે શબ્દનયના મતવાળો તો ચાર નિક્ષેપે વસ્તુનું પ્રમાણ કરે છે, માટે મનુષ્યમાં ચાર નિક્ષેપ કેમ જાણીયે ?તે વારે ગુરૂ કહે છે –
પ્રથમ જે મનુષ્ય એવું નામ, તે નામ નિક્ષેપ મનુષ્ય જાણ. બીજે મનુષ્ય એવા અક્ષર લખવા, અથવા મનુષ્યરૂપે મૂર્તિ સ્થાપવી, તે સ્થાપના મનુષ્ય, ત્રીજે જેણે આગળ કહ્યા પ્રમાણે ચાર ન કરી મનુષ્યનું આયુષ બાંધ્યું છે, તેને દ્રવ્યમનુષ્ય કહીયે, અને એ જે શબ્દનયને મતે મનુષ્યપણે ઉપન્યા, તે ભાવમનુષ્ય જાણ. એટલે ઉદયભાવરૂપ મનુષ્યપણું તે ભાવમનુષ્ય જાણ. એ ચાર નિક્ષેપા કહ્યા.