________________
૩૧૩
નારી તથા
પાયે
ગુરૂ–કોઈ જીવ જુસૂત્રનયને મતે અશુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પાપરૂપ દળીયાનું ગ્રહણ કરે, તે દળીયા સંગ્રહનયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા,
નગમનયને મતે તે દળીયા ત્રણે કાલ એકરૂપપણે જાણવા. એ રીતે જે જીવે નારકીનું આયુષ બાંધ્યું. તે પ્રાણી એ ચાર ન કરી દ્રવ્યનારકી જાણવા.
પછી તે જીવ શબ્દનયને મતે નારકીપણે ઉપન્ય તેને ભાવનારકી કહીયે.
ઈહાં શિષ્ય પૂછે છે કે શબ્દ નયના મતવાળે તે ચારે નિક્ષેપે વસ્તુનું પ્રમાણ કરે છે, માટે નારકીમાં ચાર નિક્ષેપ કેમ જાણીયે?
તે વારે ગુરૂ કહે છે કે જે પ્રથમ નારકી એવું નામ, તે નામનારકી, બીજે નારકી એવા અક્ષર લખવા, તે અસદ્ભાવસ્થાપના, અને નારીરૂપે મૂત્તિ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના, એ બે પ્રકારે સ્થાપનાનારકી જાણવા. તથા ત્રીજે જેણે આગળ કહ્યા પ્રમાણે ચાર ન કરી નારકીનું આયુષ બાંધ્યું છે, તેને દ્રવ્યનારકી કહીયે, તથા ચેથા. શબ્દનયને મતે તે જીવ નારકીપણે જઈ ઉપજે, તે ઉદયભાવરૂપ ભાવનારકી જાણો.
એ ચાર નિક્ષેપા નારકીને વિષે કહ્યા.
હવે સમર્િહનયના મતવાળે કહે છે, કે નરક ભવના સર્વ પર્યાય પ્રવર્તનારૂપ વસ્તુને પામે તે નારકી. જાણ.