________________
૩૧ર સત્તાયે રહા વતે છે, એ રીતે નગમનયને મતે ત્રણ કાલ એકરૂપપણે જાણવા. એટલે જે જીવે દેવતાનું આયુ બાંધ્યું, તે પ્રાણી એ ચાર ન કરી દ્રવ્યદેવ જાણવા.
અને તે જીવ, શબ્દનયને મતે દેવતાપણે ઉપન્યા, તેને ભાવદેવ કહીયે.
ઈહાં શિષ્ય પૂછે છે કે શબ્દનયના મતવાળે તે ચારે નિક્ષેપે વસ્તુનું પ્રમાણ કરે છે, માટે દેવતામાં ચાર નિક્ષેપ કેમ જાણીયે?
ગુરૂદેવ એવું નામ તે નામદેવ જાણવે. તથા દેવ એવા અક્ષર લખવા, તે અસદ્ભાવસ્થાપના અને દેવરૂપે મૂત્તિ સ્થાપવી, તે સદ્ભાવસ્થાપના. તથા આગળ અનાગતકાલે ચાર નયે કરી દેવતાનું આયું બાંધ્યું, તેને દ્રવ્યદેવ કહીયે. તથા જે શબ્દનયને મતે દેવતાપણે ઉપજે. તે ઉદયભાવરૂપ ભાદેવ જાણે.
એ રીતે દેવમાં ચાર નિક્ષેપ કહ્યા.
હવે સમસિરૂદનયના મતવાળો કહે કે જે દેવતાના ભાવના સર્વપર્યાય પ્રવર્તનારૂપ વસ્તુને પામે તેને દેવ કહીયે. તે વારે એવભૂતનયના મતવા કહે કે તે સર્વ પર્યાયરૂપ વસ્તુને તખતે બેઠા ભેગવે તે દેવ જાણવા. ' એ રીતે સાત નયે કરી દેવતાપણું જાણવું
૪૬૬-શિષ્ય –નારકી જીવમાં સાત નય કેમ જાણીયે?