________________
૩૦૩
તે સકષાયીના બે ભેદ, એક દશમા ગુણઠાણાના જીવ તે સૂમકષાયી અને બીજા સર્વે બાદરકષાયી.
તે ભાદરકષાયીના ક્ષે ભેદ, એક આઠમા-નવમા ગુણઠાણના છઘ તે શ્રેણિપ્રતિપન્ન અને બાકી બીજા મિથ્યાત્વી.
તે શ્રેણિરહિતના વળી બે ભેદ, એક સાતમા ગુઠાણાના જીવ તે અપ્રમાદી અને બાકી બીજા સ પ્રમાદી.
તે પ્રમાદીના બે ભેદ એક સર્વવિરતિ, બીજા દેશવિરતિ.
તે દેશવિરતિના બે ભેદ એક વિરતિ પરિણામવાળા, બીજા અવિરતિ પરિણામવાળા જીવ.
તે અવિરતિ ના બે ભેદ, એક અવિરતિ સમકિતી, બીજા મિથ્યાત્વી.
તે મિથ્યાત્વીના બે ભેદ, એક ભવ્ય, બીજા અભવ્ય.
ભવ્યના બે ભેદ, એક ગ્રંથિભેદી, બીજા ગ્રંથિ. અભેદી.
એ રીતે વ્યવહારનયના મતવાળા જેવા દેખે, તેવા ભેદ વહેંચે.