________________
૩૦૨
શ્રાવકપુત્ર –એ નયના મતવાળો સત્તાનું ગ્રહણ કરે છે, એટલે સર્વ જીવની સત્તા અસંખ્યાત પ્રદેશ૦૫ એક સમાન (સરખી) છે, માટે સંગ્રહનયને મતે કરી સર્વ જીવ સત્તાયે એકરુપ જાણવા. આ જિનદાસ–વ્યવહાર નયને મતે જીવનું સ્વરુપ કેમ જાણું?
શ્રાવપુત્ર –એ નયના મતવાળે બાહ્યથકી જેવું સ્વરુપ દેખે, તેવા ભેદ વહેંચે, માટે વ્યવહારનયને મતે કરી જીવના બે ભેદ. તેમાં એક તે સકલ કર્મને ક્ષય કરી લેકને અંતે વિરાજમાન થયેલા સિદ્ધ જીવ જાણવા, અને બીજા સંસારી જીવ જાણવા.
તે સંસારી જીવન વળી બે ભેદ. એક તે ચૌદમા ગુણઠાણુના જીવ અયોગી અને બાકી બીજા સર્વ સયોગી જાણવા.
તે સયોગીના બે ભેદ. એક તેરમા ગુણઠાણના જીવ તે કેવલી ભગવાન અને બાકી બીજા સર્વ છદ્મસ્થ. - તે છદમસ્થના વળી બે ભેદ. એક બારમા ગુણઠાણુવાળા ક્ષીણુમેહ અને બાકી બીજા ઉપશાંતહી.
તે ઉપશાંતમહીના બે ભેદ, એક અગીયારમા ગુણ'ઠાણાના જીવ તે અકષાયી અને બાકી બીજા સર્વે સકષાયી.