________________
ఇం
શ્રાવકપુત્ર – નયના મતવાળે સત્તાનું ગ્રહણ કરે છે, માટે સંગ્રહનયને મતે પુદ્ગલ દ્રવ્યને સત્તા રુપ એક પરમાણું, એવા અનંત પરમાણુઓ લેકમાં સદા કાલ શાશ્વતા વર્તે છે.
૪૫૦-જિનદાસ – વ્યવહાર નયને મતે પુદ્ગલ દ્રવ્ય નું સ્વરૂપ કેમ જાણું?
શ્રાવપુત્ર -એ નયના મતવા બાહ્યથકી જેવું સ્વરુપ દેખે, તેવા ભેદ વહેચે, માટે વ્યવહાર નયને મતે પુદ્ગલના બે ભેદ કહીયે. એક કંધ, બીજા પરમાણુઓ,
વળી તે કંધના બે ભેદ, એક તે જીવને લાગ્યા તે જીવ સહિત સ્કંધ જાણવા, બીજા જીવ રહિત અજીવ કહે તે ઘડા પ્રમુખના જાણવા. વળી જીવ સહિત સ્કંધના બે ભેદ, એક સૂક્ષ્મ અને બીજ બાદર,
તેમાં સૂક્ષ્મના ચાર ભેદ તે ભાષા, ઉછાસ, મન અને કાર્યણ એ ચાર, વર્ગણારૂપ જાણવા.
તથા બાદરના ચાર ભેદ તે દારિક ક્રિય, આહારક, તેજસ એ ચાર વણારૂપ જાણવા.
તિહાં પ્રથમ જે ચાર વર્ગણ સૂક્ષ્મ કહી તેમાં ચાર સ્પર્શ, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, એ સળ ગુણ જાણવા. તથા બાદર ચાર વર્ગણામાં પાંચ વર્ણ, પાંચ રસ, આઠ સ્પર્શ અને બે ગંધ, એ વીશ ગુણ જાણવા