________________
૨૯ . દશમું અંતરંગ શ્રેણિરૂપ કરણ કરે છે, તે પણ ઉપરના નયની અપેક્ષાએ જોતાં સાધકરૂપદ્રવ્ય કહીયે. .
અગીયારમું જે જીવ, એવંભૂતનયને મતે લેકને અંતે વર્તે છે એવા સિદ્ધ પરમાત્માને પર્યાયને ઉત્પાદ, વ્યય સમયે સમયે થઈ રહયો છે, તે અંતરકરણરૂપ દ્રવ્ય જાણવું.
એ સાત ન કરી દ્રવ્યનું સ્વરૂપ કહયું.
કર૬–હવે સાત ન કરી ભાવનું સ્વરૂપ કહે છે –
પ્રથમ નિગમ અને સંગ્રહનયને મતે જે જીવને સત્તાએ કર્મના દળીયા બાંધ્યા છે, તેને ઉદય થયો તે કર્મઉદયરૂપ ભાવ જાણ.
બીજે રજુસૂવનયને મતે શુભાશુભ પરિણામે કરી જે કર્મરૂપ દળીયાનું ગ્રહણ કરવું, તે કર્મ ગ્રહવારૂપ ભાવ જાણુ.
ત્રીજો શબ્દનયને મતે ઋજુસૂત્રના ઉપયોગ સહિત સ્વ–પરની વહેંચણ કરી જીવ-અજીવને જુદા જુદા વહેંચવા તે સાધકરૂપ ભાવ જાણવો.
થે સમભિરૂદનયને મતે શ્રેણિભાવે જે જીવ વતે છે, તે પણ હેઠલા નયની અપેક્ષાએ સાધકરૂપ ભાવ જાણવો.
પાંચમ એવંત નયને મતે જે જીવને અવ્યાઆધ સુખ પ્રગટયું, તે સ્વરુપભેગીરુપ ભાવ જાણવો.