________________
૨૯૦
હવે બીજું કર્મરુપદ્રવ્ય ઓળખાવે છે –
જે જીવને પ્રકૃતિરુપ સત્તાએ શુભાશુભ કર્મના દળીયા બાંધ્યા છે, તેને પણ નૈગમ અને સંગ્રહનયને મતે કરી કર્મ સત્તારુપ દ્રવ્ય કહીએ.
- ત્રીજું વ્યવહારનયને મતે તે દળીયાને ઉદય થયે, તે ઉદયભાવરૂપદ્રવ્ય કહીએ, તે ભેગવવારુપદ્રવ્ય જાણવું.
ચોથું વ્યવહારનયને મતે અનુપગે સમૂચ્છિમ પ્રાયઃ શુભાશુભરુપ કરણી કરવી, તે ચોથું કરણરૂપ દ્રવ્ય જાણવું.
પાંચમું ગજુસૂવનયને મતે ઉપગ સહિત શુભાશુભ પરિણામે કરી કર્મના દળીયાનું ગ્રહણ કરવું, તે પાંચમું કર્મ ગ્રહવારૂપ દ્રવ્ય જાણવું. - છઠું વળી પણ ઋજુસૂત્રનયને મતે શુભાશુભ પરિણામે કરી ઉપરથકી જે કરણી કરવી,તે કરણીરૂપ દ્રવ્ય જાણવું. તે પણ બાધકરૂપ દ્રવ્ય જાણવું. - સાતમું શબ્દનયને મતે જુસૂત્રના ઉપયોગ સહિત ચેથા ગુણઠાણાથી માંડી યાવત્ છ-સાતમા ગુણઠાણું પર્યત ઉપરથકી કરણી કરવી, તે સાધકરૂપ દ્રવ્ય જાણવું.
- આઠમું તે જીવને અંતર કરણરૂપ ઉપગ વતે છે, ઉપરના નયની અપેક્ષાએ તેને સાધકરૂપ દ્રવ્ય કહીએ. .
નવમું વળી સમભિરૂઢનયને મતે જુસૂત્રના ઉપગ સહિત જે જીવ, શ્રેણીભાવે કેવલી પ્રમુખ વતે છે, તે ઉપરથકી કરણ કરે છે, તે પણ સાધકરૂપ દ્રવ્ય જાણવું.