________________
૨૮૭
એ રીતે સમકિત ભાવથી માંડીને યાવત્ છઠ્ઠી—સાતમા ગુણુઠાણા પર્યંત ઉપરથકી વ્યવહારદ્રષ્ટિએ જોતાં એક શબ્દ નય કહીયે અને અ ંતર`ગ નિશ્ચય દ્રષ્ટિચે પાંચ નય જાણવા. એ શબ્દનયને મતે શુદ્ધવ્યવહારનું સ્વરૂપ કહ્યું. ૪૨૩—સમભિરૂદ્રનયને મતે શુદ્ધવ્યવહારનયનુ સ્વરૂપ આળખાવે છે:
એ સમભિરૂઢનયને મતે આઠમા-નવમા ગુણુઠાણુાથી માંડીને યાવતુ તેમા ચૌદમા ગુણુઠાણા પ ́ત કેવલી ભગવાન્ તે શુદ્ધ વ્યવહારનયે વર્તે છે, તેમાં છ નય પામીધે, તે આવી રીતેઃ
:
સગ્રહનયને મતે સિદ્ધ સમાન પેાતાના આત્માની સત્તા આગળ ઓળખી હતી, તેવી શુદ્ધ નિર્મલપણું પ્રગટ છે. ૧
નૈગમનયને મતે રૂચક પ્રદેશ આગલ નિરાવરણુ હતા, તે તેવાને તેવાજ વતે છે. ર
તથા વ્યવહારનયને મતે અંતરકરણીરૂપ સ્વરૂપમાં રમવારૂપ ક્રિયા કરે છે. અને બાહ્યકરણીરૂપ ક્રિયા પણ સાચવે છે. ૩
તથા ઋસૂત્રનયને મતે શુદ્ધ ઉપયાગમાં વર્તે છે. ૪ શબ્દનયને મતે ક્ષાયિક સમ્યક્ત્વરૂપ ગુણ પ્રગટચા છે, તે પણ પેાતાની પાસે છે. પ
૧૯