________________
૨૮૨ તેની ચિકાશે કરી અશુભ કર્મરુપ દળીયાં જીવ ગ્રહણ કરે છે, તે દળીયાં ગ્રહવારૂપ વ્યવહારનય જાણવો. ૨
કેઈ જીવ દેરાસર, ઉપાશ્રય જ્ઞાનેપકરણ, પાટી, પિથી, નવકારવાલી, પ્રમુખ તથા દેવ, ગુરૂ, સાધમ પ્રમુખ ચારિત્રના ઉપકરણ તે સર્વ પતાથી પ્રત્યક્ષપણે જૂદા છે, તેહને જીવ કર્તારૂપ થઈ ઋજુસૂત્રના ઉપગ સહિત વતે છે, તે પણ ઉપચરિત વ્યવહારનય જાણવો. ૩ " તેની ચિકાશે શુભકર્મરૂપ દળીયાં ગ્રહણ કરે છે, તે ગ્રહવારૂપ વ્યવહારનય જાણવો. ૪
એટલે ઉપચરિતવ્યવહાર કરી શુભાશુભરૂપ બે પ્રકારે દળીયાનું ગ્રહણ કરી તે દળીયાં જીવે પ્રકૃતિરૂપ સત્તા પણે બાંધ્યા, તે સંગ્રહનયને મતે છે, પણ વ્યવહારરૂપ જાણવા. ૫
તથા નિગમનયને મતે અતીતકાલે દળીયાં થયા હતા, અને આવતી કાલે ભેગવશે, તથા વર્તમાન કાલે પ્રકૃતિ સત્તાપણે રહયા છે, તે નૈગમનયે જાણવા. ૬.
તે દળીય વ્યવહારનયને મતે ઉદયરૂપભાવે સમકિતી જીવ ઉદાસપણે ન્યારા રહી ભેગવે છે, તે ભેગવવારૂપ [કારો] વ્યવહારનય જાણવો. ૭
મિથ્યાત્વી જીવ જુસૂત્રના ઉપયોગ સહિત માટે મળીને ભગવે છે, તે બાધકરૂપ વ્યવહારનય જાણુ. ૮