________________
અને છઠ્ઠો શુદ્ધવ્યવહાર એ છ ભેદે છે, તે વિસ્તારે કરી પ્રત્યેકે ઓળખાવે છે –
૪૧૭ – પ્રથમ અક્રવ્યવહાર, તે જે જીવને સત્તાએ રાગદ્વેષ અજ્ઞાનરૂપ અશુદ્ધતા ખાણના સુવર્ણની જેમ અનાદિકાલની લાગી છે, તે અશુદ્ધવ્યવહારનય જાણો. અને એ અશુદ્ધતાની ચીકાશે કર્મરૂપ દળીયાં જીવને પ્રકૃતિરૂપ સત્તાપણે રહયા છે, તે સંગ્રહનયને મતે છે, તથાપિ
વ્યવહારરૂપ જાણવા. અને નૈગમનને મતે જીવે અતીત કાલે દળીયાં રહયા હતા, અને અનાગત કાલે ભેગવશે, તથા વર્તમાનકાલે સત્તાએ રહયા વર્તે છે, તથા તે દળીયાં સ્થિતિ પાકે વ્યવહારને ઉદયરૂપભાવે અજ્ઞાનપણે અનુપગે એકેદ્રિય, વિકલૅક્રિયાદિ પ્રમુખ સંમૂર્ણિમ જીવ ભગવે છે, તે ઉદયભાવરૂપ વ્યવહારનય જાણ,
એટલે એ અશુદ્ધવ્યવહારનયમાં એક નૈગમ, બીજે સંગ્રહ અને ત્રીજે વ્યવહાર, એ ત્રણ નય જાણવા.
૪૧૮–બીજે ઉપચારિત વ્યવહારનય કહે છે?
કઈ જીવ ઘર-હાટ-વખાર–ભાઈ-પિતા–સ્ત્રી-કુટુંબપરિવારગ્રામ-ગરાસ–નગર, દાસ-દાસી, વાતર, સિપાઈ સુભટ આદિ અનેક પ્રકારની વસ્તુ તે પિતા થકી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ સ્વામીરૂપ કર્તા થઈ
જુસૂત્રના ઉપયોગ સહિત વતે તે ઉપચરિત વ્યવહારનય, કર્તા જાણ. ૧