________________
ર૭૩ સમભિરૂદનયને મતે આઠમા ગુણઠાણાથી માંડી ચાવત્ અગીયારમા–બારમા ગુણઠાણુ પર્વત શ્રેણિભાવે જે જીવ વતે છે, તેને એ દર્શનાદિક ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં આઠ તત્વ પામીયે.
તેરમે ગુણઠાણે કેવલી ભગવાનને ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં નવે તવ પામીએ.
ગુણઠાણ વર્જિત લેકને અંતે સિદ્ધ પરમાત્મા વિતે છે, તેને એ ચાર ગુણ પ્રગટ્યા છે, તેમાં ત્રણ તત્વ પામીયે.
એ રીતે સિદ્ધથયંત્રનું સ્વરૂપ નવ તર કરી જાણવું.
૪૦૭–આઠમે ભાંગે ગુ ગુણે કરી સિદ્ધચક્રયંત્રનું સ્વરૂપ ઓળખાવે છે –
તિહાં પ્રથમ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ પાંચે ગુણી જાણવા. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ત૫, એ ચાર ગુણ જાણવા.
એટલે એ પૂર્વોક્ત પાંચ ગુણમાં એ દર્શનાદિક ચાર ગુણ રહ્યા છે, માટે એ ગુણ જાણવા. અને એ અરિહંતાદિક પાંચ જે છે, તે દર્શનાદિક ચાર ગુણે કરી સહિત છે, માટે ગુણી જાણવા.
એ રીતે સિદ્ધચયંત્રનું સ્વરૂપ ગુણી-ગુણે કરી ઓળખાવ્યું.