________________
રજ
૪૦૮–નવમે ભાંગે સિદ્ધચકત્રનું સ્વરૂપ પાંચ વાણું કરી દેખાડે છે –
પ્રથમ ચંદ્રપ્રભ અને સુવિધિનાથ, એ બે તીર્થંકર ધૂળે વણે છે, માટે પ્રથમપદે અરિહંતનું ધ્યાન ધળે વણે કરવું.
તથા શ્રી પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે રાતે વણે છે, માટે બીજે પદે શ્રી સિદ્ધનું ધ્યાન રક્તવણે કરવું
તથા સોળ તીર્થકર તિવણે છે, માટે ત્રીજે પદે શ્રી આચાર્યજીનું ધ્યાન પીળે વણે કરવું. - તથા શ્રી મલ્લિનાથ અને શ્રી પાર્શ્વનાથ, એ. બે પ્રભુ લીલે વણે છે, માટે ચોથે પદે શ્રી ઉપાધ્યાયજીનું ધ્યાન લીલે વણે કરવું, - તથા શ્રી મુનિસુવ્રત અને નેમનાથ, એ બે તીર્થકર શ્યામ વણે છે, માટે પાંચમે પદે સાધુજીનું ધ્યાન શ્યામવર્ણ કરવું, - તથા એ શ્રી શ્રી અરિહંતાદિક પાંચને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ ચાર ગુણ, કર્મરૂપ મેલને અભાવે કરી નિર્મળ પ્રગટ્યા છે, માટે વેતવણે એ ચારેનું ધ્યાન કરવું.
એ પાંચે વણે શ્રી સિદ્ધચક્રમંત્રનું સ્વરૂપ જાણવું.