________________
ર૬૯ તથા ભાવથકી દેશને, તે કાલકનું સ્વરૂપ એક સમયમાં દેખવું તેને કહીયે.
૪૦૧-જ્ઞાનનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી જ્ઞાન જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઈત્યાદિ ઇંદ્રિયને અનુયાયી જે જાણપણું તે સર્વ દ્રવ્યજ્ઞાન કહીયે.
તથા ક્ષેત્રથકી જ્ઞાન તે ચૌદરાજ લેક ત્રસનાડી પ્રમાણે જાણવું,
તથા કાલથકી જ્ઞાન તે ક્ષાયિકભાવ આશ્રયી જે જીવને જ્ઞાન પ્રગટયું છે, તે સાદિ અનંત ભાંગે જાણવું અને ક્ષયે પશમભાવ આશ્રયી સાદિ સાંત ભાંગે જાણ.
તથા ભાવથકી જ્ઞાન તે જે કાલેકનું સ્વરૂપ એક સમયમાં જાણવું.
૪૦૨–ચારિત્રનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી ચારિત્ર તે ચરણસિત્તરી-કરણસિત્તરીને ગુણે કરી વિરાજમાન.
તથા ક્ષેત્રથકી ચારિત્ર તે ચૌદરાજ લોક ત્રસનાડી પ્રમાણે જાણવું.
તથા કાલથકી ચારિત્ર તે ક્ષાયિકભાવ આશ્રયી સાદિ અનંત ભાગે વતે છે, અને ક્ષયે પશમભાવ આશ્રયી સાદિ સાંત ભાંગો જાણ.