________________
૨૬૮ આજ્ઞા પ્રમાણે આત્મસ્વરૂપના ચિંતનરૂપ સ્વભાવમાં જેનું ચિત્ત વતે છે. તે જાણવા.
૩૯–સાધુનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી સાધુ સત્તાવીશ ગુણે કરી વિરાજમાન કહીયે.
તથા ક્ષેત્રથકી સાધુ અઢી દ્વીપ વ્યાપી જાણવા.
તથા કાલથકી સાધુ સંતતિભાવે અનાદિ અનંત ભાગે વતે છે, અને એક સાધુ આશ્રયી સાદિ સાત ભાગો જાણ.
તથા ભાવથકી સાધુ જે આત્મશુદ્ધિનું સાધ્ય એક, અને જ્ઞાનીની આજ્ઞાનુસાર સાધન અનેક, એ રીતે આજ્ઞામય ધર્મને સાધે, તે ભાવસાધુ જાણવા.
૪૦૦–દર્શનનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી દર્શન તે ઇન્દ્રિયના બલથી વસ્તુનું દેખવું તથા ભાસનપણું તે સર્વ દ્રવ્યદર્શન કહીયે.
તથા ક્ષેત્રથકી દર્શન ચૌદરાજ લેક વસનાડી પ્રમાણે જાણવું.
તથા કાલથકી દર્શન ક્ષાયિકભાવ આશ્રયી જે જીવને પ્રગટયું છે, તે સાદિ અનંત ભાગે જાણવું, અને ક્ષપશમભાવ આશ્રયી સાદિ સાંત ભાગે વતે છે.