________________
૨૬૫
હવે પક્ષ પ્રમાણુનું સ્વરૂપ કહે છે –
તે પક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. એક આગમપ્રમાણ, બીજું અનુમાન પ્રમાણ, ત્રીજું ઉપમા પ્રમાણ
તિહાં કોઈક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે આગમે કરી સર્વ વસ્તુનું પ્રમાણ કરે છે, તથા કઈક ઉપાધ્યાય અને સાધુ, ઉપમાએ કરી વસ્તુનું પ્રમાણ કરે છે. તથા કઈક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અનુમાને કરી વસ્તુનું પ્રમાણ કરે છે. ' હવે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ પાંચમે શબ્દનયે જે જીવને પ્રગટયાં છે, તેમાં પણ આગમ, અનુમાન અને ઉપમા પ્રમાણે જાણપણું જાણવું. એ પરાક્ષ પ્રમાણુનું સ્વરૂપ કહયું.
એ રીતે પ્રત્યક્ષ અને પક્ષ, એ બે પ્રમાણે કરી સિદ્ધચક્રના યંત્રનું સ્વરૂપ જાણવું.
૩૯૫–ાથે ભાંગે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તેણે કરી સિદ્ધચકયંત્રનું સ્વરૂપ દેખાડે છે.
તિહાં પ્રથમપદે શ્રી અરિહંતનું સ્વરૂપ દેખાડે છે –
તેમાં દ્રવ્યથકી અરિહંત, તે ત્રીશ અતિશયે કરી વિરાજમાન પાંત્રીશ વચન–વાણીને ગુણે કરી સંપૂર્ણ આઠ. મહાપ્રતિહાર્યરૂપ બાર ગુણે કરી સહિત હેય,