________________
જાણે છે અને કેઈક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અવ વિજ્ઞાનવાળા છે, તે પુદ્ગલવગણને પ્રત્યક્ષપણે જાણે છે, તે દેશ પ્રત્યક્ષ જાણવું.
એટલે અરિહંત અને સિદ્ધ, એ બે સર્વપ્રત્યક્ષ પ્રમાણુવાળા તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ ત્રણ દેશપ્રત્યક્ષવાળા છે,
એ રીતે નવપદ મહેલા પાંચ પદમાં પ્રત્યક્ષ પ્રમાણનું વરૂપ કહયું.
હવે શેષ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ ચાર પદમાં પ્રત્યક્ષ પ્રમાણુનું સ્વરૂપ કહે છે –
તિહાં પ્રથમ દર્શન-સમકિત જાણવું અને એ સમકિત વિનાનું જે જ્ઞાન તે નવપૂર્વ સુધી ભણ્યા છે, તે પણ તે અજ્ઞાનરૂપ છે. માટે સમકિત સહિત તે બીજું જ્ઞાન જાણવું. અને તે જ્ઞાનની તીક્ષ્ણતા એટલે ઉપગનું એકાગ્રપણું, તે ત્રીજું ચારિત્ર જાણવું અને ચારિત્ર એટલે પિતાને સ્વરૂપમાં રમણ કરવું, તે પોતાના સ્વરૂપમાં રમણ કરતાં સર્વ પ્રકારે ઈચ્છાનું રેપણું તેહીજ તપ જાણવું
એટલે પાંચમે શબ્દનયને મને જે જીવને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પ્રગટયાં છે તેમાં કેઈ જીવને અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન હોય, તેમાં દેશ પ્રત્યક્ષપણું જાણવું. અને છ સમભિરૂઢયે તથા સાતમે એવભૂતનયે જે જીવને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પ્રગટયા છે, તેમાં સર્વ પ્રત્યક્ષપણું જાણવું.